Vadodara news: સીટી બસ ટ્રેલર સાથે ભટકાઈ; એક મહિલા મુસાફરનું મોત, ચાલક અકસ્માત સર્જી ફરાર

સોર્સ : GSTV
વાઘોડિયાના રવાલ ત્રણ રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. એક સીટી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ટ્રેલર સાથે ભટકાઈ હતી, જેમાં બસમાં સવાર ચંપાબેન મહેશભાઈ વસાવા (રહે.જૂનારામપુરા તા.વાઘોડિયા)નું મોત નીપજ્યું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે ટેલર સાથે બસ ભટકાયા બાદ રોડની બાજુમાં ગટરમાં ખાબકી હતી. સીટી બસના ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. વાઘોડિયા પોલીસ આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

