VIDEO: ઝઘડિયા GIDCમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને પીડિત પરિવારના સગા વચ્ચે મારામારી, જાણો ઘટનાનું કારણ
સોર્સ : gstv
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં 16 કામદારો દાઝવાના મામલે તંગદિલી જોવા મળી હતી. ભોગ બનનાર પરિવારોને ન્યાય અપાવવા ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા હતા, પરંતુ મેનેજમેન્ટે બે કલાક સુધી વાતચીત કરી નહોતી. બાદમાં ધારાસભ્ય ગેટ કુદી અંદર પ્રવેશ્યા. દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના આક્ષેપ થયા છે.
ધારાસભ્યએ વળતર અને કાર્યવાહી કરવાની માંગ સાથે 30 તારીખે ફરી એકત્ર થવાનો એલાન કર્યો છે. આ દરમિયાન ચૈતર વસાવાએ ભોગ બનનાર પરિવારજનોના સગા રોશન વસાવાને લાફો માર્યો તો સામે તેણે પણ ચૈતર વસાવાને લાફો માર્યો હતો.

