VIDEO: વડોદરા જિલ્લાની 12 સહકારી મંડળીઓને જીલ્લા રજિસ્ટ્રારે શો-કોઝ નોટિસ પાઠવી
સોર્સ : gstv
વડોદરા જિલ્લામાં સહકારી મંડળીઓમાં ગેરરીતિ અને ક્ષતિઓ સામે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ ઓડિટના અહેવાલના આધારે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સહકારી કાયદાની કલમ ૮૧ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨ જેટલી મંડળીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે…આ નોટિસ પાઠવવામાં આવેલી મંડળીઓમાં દૂધ, સેવા અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વધુ ૧૮ મંડળીઓને નોટિસ આપવાની કાર્યવાહી પણ હાલ ચાલુ છે.

