VIDEO: દિનુભાઈ પટેલ અને જી.બી. સોલંકી સર્વાનુમતે પુનઃ વરાયા: બરોડા ડેરીમાં ઉજવણીનો માહોલ
સોર્સ : gstv
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીના આગામી અઢી વર્ષના વહીવટ માટે પ્રમુખ તરીકે દિનુભાઈ પટેલ ઉર્ફે દિનુ મામાં અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની સર્વાનુમતે પુનઃ વરણી કરવામાં આવી છે. અંદાજે રૂ. ૧૪૫૦ કરોડના વાર્ષિક વહીવટ ધરાવતી આ ડેરીમાં ભાજપ પ્રદેશ મોવડી મંડળના મેન્ડેટ મુજબ "રિપીટ થિયરી" અપનાવવામાં આવી છે, જેમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જોકે, આ વરણી વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ૧૦ ડિરેક્ટરોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાથી સહકારી ક્ષેત્રમાં વિવિધ ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. વરણી જાહેર થતાં જ ડેરી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને ભવ્ય ઉજવણી કરી હતી.

