Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : dabhoi karnali kuber temple dispute is still there

VIDEO/ Dabhoi News: કરનાળી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ ચેરિટી કમિશનરના હુકમ બાદ પણ યથાવત

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2025
લાઇવ ટીવીGoogle News

Dabhoi News: ગુજરાતમાં કોઈને કોઈ મંદિરના વિવાદમાં સપડાવવાના સમાચાર સામે આવતા રહે છે. એવામાં ચેરિટી કમિશનરના હુકમ બાદ વડોદરામાં ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ હજુપણ યથાવતરુપે જોવા મળી રહ્યો છે.

App Store

ચેરિટી કમિશનર દ્વારા કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ એ/686માં હુકમ કરાયો છે. જે હુકમને કુબેર મંદિર હાલના ટ્રસ્ટી દિનેશ ગિરી તેમજ નંદગીરી દ્વારા નકરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનના કર્મચારીઓ રજાના દિવસે હુકમ બજાવવા કુબેર મંદિર પહોંચ્યા  હતા. ચેરિટી કમિશનર દ્વારા પૂજારીઓ તરફી હુકમ પરંતુ સ્પષ્ટ ના આવતા વિવાદ વધુ વકર્યો છે.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાન પેટીને લઇને પણ વિવાદ 

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાન પેટી વિવાદને લઇને પણ ચેરિટી કમિશનનો હુકમ છે. નિરંજની પંચાયતી અખાડાની દાન પેટીઓ કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ હજુપણ યથાવત છે. દાનપેટી તેમજ પંચાયતી અખાડાની દાન પાવતી બદલવા કર્મચારીઓ દ્વારા મંદિર ખાતે પ્રક્રિયા કરવામાં આવી હતી. નીરંજની પંચાયતી અખાડાના 2 ટ્રસ્ટીઓ દ્વારા ઓર્ડરને લઇ બે મંદિરો જુદા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલું હોવાનો ખુલાસો કરાયો છે. નિરંજની અખાડાના 2 ટ્રસ્ટીઓ દ્વારા 7/12 594 સર્વે નંબરમાં નિરંજનની અખાડા તેમજ તેમના ટ્રસ્ટનો એ/ 675 નોંધણી નંબર અલગ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનરના હુકમને લઈ મંદિર ટ્રસ્ટી મંડળ અને પૂજારી મંડળ દ્વારા સામસામા આક્ષેપ કરવામાં આવ્યા હતા. મંદિરના હક્ક અંગે પૂજારી મંડળ તેમજ ટ્રસ્ટી મંડળ બંને પોતે સાચા હોવાનો દાવો કરી રહ્યા છે. પુજારીઓને મંદિરમાં પ્રવેશ આપવા તેમજ મંદિરની જુની દાન પેટીઓ પુનઃ મંદિરમાં સ્થાપિત કરવાની ચેરિટી કમિશનરના કર્મચારીઓએ કવાયત હાથ ધરી હતી.