VIDEO: વડોદરાના સાવલીમાં મનરેગા યોજના અંતર્ગત જોબ કાર્ડમાં કરોડોનું કૌભાંડ ઉજાગર
સોર્સ : gstv
વડોદરાના સાવલી તાલુકાના રાનીપુરા ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ સરપંચ, વીસી ઓપરેટર અને મળતિયાઓએ ૩૭૪ જેટલા જોબ કાર્ડમાં અસલી લાભાર્થીઓની જગ્યાએ બીજાના નામ અને ફોટા લગાવી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નિયમ મુજબ બેરોજગારોને મળતું ૧૦૦ દિવસનું મહેનતાણું સરકારી અને ખાનગી નોકરી કરતા લોકોના નામે હડપ કરવામાં આવ્યું છે. આ કૌભાંડ અંગે સાવલી તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ પ્રોગ્રામર ધર્મેશભાઈને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવતા તેઓ ઉડાઉ જવાબો આપતા નજરે પડ્યા હતા, જ્યારે ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતના રજિસ્ટરમાં એન્ટ્રી કરી તેઓ એપીઓ તરીકે સહી પણ કરતા હતા.

