VIDEO: વડોદરા રથયાત્રામાં અછોડા તોડનાર કુખ્યાત બાવરીયા ગેંગના બે મુખ્ય સાગરીતો ક્રાઇમ બ્રાન્ચની પકડમાં
સોર્સ : gstv
વડોદરામાં યોજાયેલી રથયાત્રા દરમિયાન મોંગીયા ગેંગ બાદ હવે કુખ્યાત બાવરીયા ગેંગનો પણ પર્દાફાશ થયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાજસ્થાન-હરિયાણા બોર્ડર પરથી જિતેન્દ્રસિંગ અને આરતી બાવરીયા નામના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ રથયાત્રાની ભારે ભીડનો લાભ લઈને ચાર જેટલા લોકોના સોનાના અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરી છે, જેની પાસેથી પોલીસે ચોરાયેલા ચારેય અછોડા પણ કબજે કર્યા છે. પૂછપરછ દરમિયાન આ ગેંગમાં સક્રિય વધુ પાંચ મહિલાઓ અને બે પુરુષોના નામ પણ બહાર આવ્યા છે. હાલમાં વડોદરા પોલીસની ટીમો દ્વારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

