VIDEO: દિલ્હી-બોમ્બે એક્સપ્રેસવે પર રોંગ સાઈડમાં કાર અથડાતાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત
સોર્સ : gstv
વડોદરાના સાવલી તાલુકાના પાલડી ગામ નજીક દિલ્હી-બોમ્બે એક્સપ્રેસવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. સાવરકુંડલા જઈ રહેલો એક પરિવાર રસ્તો ભૂલી જઈને ગોધરા પહોંચ્યા બાદ અમદાવાદ તરફ પરત જવા માટે એક્સપ્રેસવે પર રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી ઇનોવા કાર સાથે તેમની ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર દંપતી મગનભાઈ વાવીયા અને ભાનુબેન વાવીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રોંગ સાઈડમાં વાહન હંકારવાની એક ભૂલ પરિવાર માટે કાળ સાબિત થઈ છે.

