Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Controversy over the functioning of the temple shed in Rania village of Savli taluka

VIDEO: સાવલી તાલુકાના રાણીયા ગામમાં મંદિરના શેડની કામગીરીને લઈ વિવાદ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામમાં ખત્રી મહારાજ મંદિરના શેડની કામગીરીને લઈને સરપંચ સામે યુવક મંડળે આવેદન આપ્યું છે. યુવક મંડળનો દાવો છે કે જિલ્લા પંચાયત દ્વારા મંદિર ઉપર શેડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ શેડની કામગીરીમાં જૂનો વડ નડતરરૂપ બની રહ્યો છે. વડની નડતરરૂપ શાખાઓ કાપવા તલાટી કમ મંત્રી દ્વારા જણાવાયું હોવા છતાં સરપંચે કામગીરી અટકાવી હોવાનો આક્ષેપ કરાયો છે. સરપંચના પત્નીએ યુવકો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. યુવક મંડળે TDO સમક્ષ લેખિત રજૂઆત કરી સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store