VIDEO: વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે વ્હાઇટ પટ્ટામાં પાર્ક વાહન ટોઇંગ કરાતા વિવાદ
સોર્સ : gstv
વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક નિયત કરેલા વ્હાઇટ પટ્ટામાં પાર્ક કરેલું ટુવ્હીલર વાહન ટ્રાફિક પોલીસની ટોઇંગ ક્રેને ઉંચકવાની કાર્યવાહી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. સાચી જગ્યાએ વાહન હોવા છતાં ક્રેન કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરાતા વાહન ચાલકે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ જતાં ટ્રાફિક જામ થયો હતો. પુત્રનું વાહન ટોઇંગ થતું જોઈ પિતા પણ દંડો લઈને માર્ગ પર દોડી આવતા મામલો ગરમાયો હતો. વારસિયા પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી, પરંતુ વ્હાઇટ પટ્ટામાં પાર્ક વાહન સામેની કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

