VIDEO: ચૂંટણી પંચના વિરોધમાં કલેક્ટર કચેરીએ પૂતળા દહનનો પ્રયાસ, ૧૦થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
સોર્સ : gstv
ભારતીય ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી હતી. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પંચનું પૂતળું બાળવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે તીવ્ર ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિ વણસતાં પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરીને દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પૂતળા દહનના પ્રયાસથી કલેક્ટર કચેરી પરિસરમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો.

