VIDEO: પશુપાલકોને મળશે ૯૦ કરોડનો ભાવફેર, મૃતક સભ્યોના પરિવારજનોને ૨ લાખની સહાય
સોર્સ : gstv
વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ૬૯મી વાર્ષિક સાધારણ સભા કેલનપુર ખાતે દાદા ભગવાન મંદિર પરિસરમાં યોજાઈ હતી. આ સભામાં વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડેરીના પ્રમુખ દિનુ મામાએ વાર્ષિક એજન્ડા રજૂ કર્યા હતા, જેને સભાસદોએ મંજૂરી આપી હતી. પશુપાલકોના હિતમાં ૯૦ કરોડથી વધુ રકમનો ભાવફેર ચૂકવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મૃત્યુ પામેલા ૩૪ દૂધ ઉત્પાદક સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને ૨ લાખની સહાયના ચેક એનાયત કરાયા હતા. બંધ મંડળીઓ વહેલી તકે શરૂ કરવા મુદ્દે પણ સભામાં રજૂઆત કરવામાં આવી હતી.

