VIDEO: કન્સ્ટ્રક્શન સાઇટ પરથી યુવકનો મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
વડોદરાના તરસાલી બાયપાસ નજીક વડલા ગામ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી ઘટનાની જાણ થતાં વરણામા પોલીસ અને જનરક્ષક 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી. યુવકે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ ઘટના બની છે, તે અંગે હાલ સત્તાવાર માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ તેમજ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

