Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : BJP's newly appointed state in-charge Tarun Chugh arrives in Vadodara, meeting with the organisation

VIDEO: ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી તરૂણ ચુગ પહોંચ્યા વડોદરા, સંગઠન સાથે બેઠક

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી તરૂણ ચુગ છોટાઉદેપુરની મુલાકાત બાદ વડોદરા આવી પહોંચ્યા છે. વડોદરા પહોંચતા જ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેઓ આગામી સમયની રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી રહ્યા છે. વડોદરામાં જ રાત્રિ રોકાણ કરનાર તરૂણ ચુગ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી લક્ષી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠકો દ્વારા પ્રદેશ પ્રભારી સ્થાનિક નેતૃત્વ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરીને સંગઠનાત્મક કામગીરીને વેગ આપી રહ્યા છે.

App Store