VIDEO: ધોળકા APMC ચૂંટણી: ભાજપના ૧૦ ઉમેદવારોએ મેન્ડેટ પરત કર્યા
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાની ધોળકા APMC ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, જ્યાં ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય અપાતા મૂળ કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ નારાજગીના પગલે ભાજપના ૧૦ ઉમેદવારોએ પોતાના મેન્ડેટ પરત કરી દીધા છે અને બળવો કરીને 'કિસાન વિકાસ પેનલ'ને સમર્થન જાહેર કર્યું છે. આ ઉપરાંત, સહકાર અને વેપારી વિભાગના ૬ બિનહરીફ ડિરેક્ટરોએ પણ આ પેનલને ટેકો આપતા ભાજપની મુશ્કેલીઓ વધી છે. પૂર્વ તાલુકા પ્રમુખ કેતુલ પટેલ સહિતના નેતાઓના આ પગલાથી ભાજપ અને બળવાખોર જૂથ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. ૧૦ બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી મતદાન ચાલી રહ્યું છે..

