VIDEO: રાણીપુરા મનરેગા કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
સોર્સ : gstv
વડોદરાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. જાગૃત નાગરિકે કામ કર્યા વિના 300થી વધુ મજૂરોના નામે નાણાં ઉપાડાયા અને બોગસ જોબ કાર્ડમાં અન્ય વ્યક્તિઓના ફોટા લગાવ્યાનો દાવો કર્યો છે. તળાવના ખોદકામમાં મજૂરોને બદલે મશીનનો ઉપયોગ અને નીકળેલી માટી વેચી દેવાઈ હોવાના પણ આક્ષેપો છે. સમગ્ર મામલે 3થી 4 કરોડ રૂપિયાની ઉચાપતની શંકા વચ્ચે મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસ શરૂ કરાઈ છે. TDOએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને તપાસ બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરી દોષિત જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

