Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Accident caused by stray cattle, police accuse deceased

Vadodara: રખડતા ઢોરને કારણે થયો અકસ્માત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના નિઝામપુરા રોજ મહેસાણા નગર પાસે રખડતા ઢોરથી યુવકનું મોત થવા મામલે નવો વળાંક સામે આવ્યો છે. 9 નવેમ્બરે સર્જાયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં દેખાઈ રહ્યું હતું કે, પશુ રસ્તા પર આવ્યા બાદ અકસ્માત સર્જાયો અને યુવકનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે મૃતક સંદીપ નેગીને પશુ રસ્તા પર આવી જતા અકસ્માત નડ્યો હતો. તયારે હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ચોકાવનારી વાત તો એ છે કે, ફતેહગંજ પોલીસે આરોપી તરીકે સંદીપ નેગી નું નામ બતાવ્યું હતું. ફતેગંજ પોલીસે  ફરિયાદ નોંધી હતી કે, બેફામ વાહન હંકારતા ડિવાઈડર સાથે અથડાતા સંદીપ નેગીનું મોત થયુ હતું. નોંધનીય છે કે, સીસીટીવીમાં રખડતા પશુ સાથે અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યું છે. પરંતુ પોલીસે પશુપાલક સામે ફરિયાદ નોંધવાને બદલે સંદીપને જ પ્રથમ આરોપી બનાવ્યો. 

App Store