VIDEO: કચરાપેટીમાંથી મળ્યો અડધો સળગેલો મૃતદેહ!
સોર્સ : gstv
ગુજરાતના વડોદરા શહેરના ગોત્રી સ્મશાન ગૃહ બહાર આવેલી કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કચરાપેટીમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ યુથ કોંગ્રેસના સ્વેજલ વ્યાસને ઘટના અંગે ત્વરિત જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળી આવેલો આ અડધો સળગેલો મૃતદેહ કોઈ માનવનો છે કે પછી પશુનો તે અંગે વહીવટી કે પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્મશાન ગૃહ જેવા સંવેદનશીલ સ્થળની બિલકુલ બહાર આવી ઘટના બનતાં સ્મશાનના વહીવટ, સંચાલન અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.

