VIDEO: વડોદરાના છાણી જકાતનાકા પર ચાઇનીઝ લારીએ હોબાળો: રાઇસમાંથી ગિલોરી નીકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ!
વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલી એક ચાઇનીઝની લારી પર ગ્રાહકે ઓર્ડર કરેલા રાઇસમાંથી ગિલોરી જેવી વસ્તુ મળી આવી હોવાનો આક્ષેપ થતાં ભારે હોબાળો મચી ગયો છે. પીડિત ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં લારી સંચાલકે રાઇસમાં મળેલી વસ્તુ ગિલોરી નહીં પરંતુ કોબીજનો ટુકડો હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે, આ ઘટનાના વીડિયો બાદ લારીઓ પર મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડા અંગે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. લારીઓ પર પીરસાતી અસ્વચ્છ વાનગીઓને લઈને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમતો ખાઈ રહેલા તત્વો સામે આરોગ્ય વિભાગની ઢીલી કામગીરીને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક કડક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

