Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The thief stole the house of an acquaintance after seeing the status in Insta

રાજકોટ: ઈન્સ્ટામાં સ્ટેટસ જોઈ ચોરે ઓળખીતાના ઘરની તિજોરી કરી સાફ, પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
રાજકોટ: ઈન્સ્ટામાં સ્ટેટસ જોઈ ચોરે ઓળખીતાના ઘરની તિજોરી કરી સાફ, પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો

સોશિયલ મીડિયા પર આજની યુવા પેઢી સતત અપડેટ રહેતી હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર માહિતી શેર કરવાનો સતત અભરખો રહેતો હોય છે. રાજકોટના દેવનગરમાં વસવાટ કરતાં રાહુલ નામના યુવાને ઈન્સટાગ્રામ પર મકાન બંધ કરીને પોતે ફેમીલી સાથે રાજસ્થાન ફરી રહ્યા છે, તેનું સ્ટેટસ મુક્યું હતું.

App Store

આ પણ વાંચો: ઉમરેઠ: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી કરી ગર્ભવતી, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

યુવાનને ઓળખતા શખ્સે જ ઘરમાં ઘૂસીને ચોરીનો અંજામ આપ્યો

ત્યારે આ યુવાનને ઓળખતા શખ્સે જ ઘરમાં ઘૂસીને ચોરીનો અંજામ આપ્યો હતો.  આરોપી ઈરફાન અલીમિયા કાદરી (24 વર્ષ) કાલાવાડ રોડ, વૃંદાવન સોસાયટી, સમૃદ્ધિ આવાસ યોજનમાં વસવાટ કરે છે.

પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો

પોલીસના જાણાવ્યા અનુસાર ઈરફાન સામે રાજકોટમાં દારૂના 7 કેસો ત્રણ વર્ષમાં નોંધાયા છે. આરોપી પાસેથી 39.420 ગ્રામના સોનાના, 1106 ગ્રામ ચાંદીના , રોકડ રૂપિયા લહિત 3,74,819નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પાંચ કિમી સુધીના CCTV ચેક કર્યા હતા, અને બાતમીના આધારે આ શખ્સને પોલીેસ કાલાવાડ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય બે ગુનાની પણ કબૂલાત કરી હતી.