Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Water inflow into Ukai Dam: Gates of Hatnoor and Prakasha dams opened

VIDEO: ઉકાઈ ડેમમાં પાણીની આવક: હથનૂર અને પ્રકાશા ડેમના દરવાજા ખોલાયા

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ વચ્ચે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આવેલા હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમના ચાર દરવાજા પૂરા અને 19 દરવાજા અડધા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી છોડાયેલું આ તમામ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા ડેમની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

App Store