VIDEO: વ્યારાના તળાવ રોડ પર વરસાદી માહોલ વચ્ચે તોતિંગ વૃક્ષની ડાળખી ધરાશાયી થઈ
સોર્સ : gstv
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે તળાવ રોડ પર એક તોતિંગ વૃક્ષની મોટી ડાળખી અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે થયેલા આ બનાવને પગલે થોડા સમય માટે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી અને રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

