VIDEO: તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સપાટી ૩૧૯.૯૮ ફૂટે પહોંચી
સોર્સ : gstv
તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 319.98 ફૂટ સુધી પહોંચી છે, જે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર સમાન છે. ડેમના ઉપરવાસમાંથી હાલમાં 1 લાખ 63 હજાર 838 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે જળસંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ડેમમાં પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં પણ આ જળસંગ્રહ મહત્વની ભૂમિકા ભજવશે.

