VIDEO: તાપીના ઉચ્છલના માણેકપુરમાં ખાનગી બસ પલટી, ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો, પાંચ મુસાફરોને ઈજા
સોર્સ : gstv
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની સીમમાં ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ગઈ છે. નિઝર તરફથી સુરત તરફ જતી આ બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડની બાજુમાં પલટી મારી હતી.આ અકસ્માતમાં ફરિયાદી સહિત પાંચ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. ઉચ્છલ પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

