Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : young man who left his government job grew pomegranates and earned record income of 45 lakhs

Surendranagar: સરકારી નોકરી છોડી યુવકે દાડમની ખેતી કરી લાખો રુપિયાની કમાણી કરી

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોટાભાગના યુવાનો સરકારી નોકરીની પાછળ દોડી રહ્યા છે, ત્યાં સુરેન્દ્રનગરના એક યુવાને આર્મી અને રેલવેની આકર્ષક નોકરી છોડીને વતન આવીને ખેતીમાં ઝંપલાવ્યું છે. આ યુવકે પરંપરાગત ખેતીની રીત છોડીને દાડમની ખેતી અપનાવી અને આજે તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

App Store

વઢવાણ ગામનો યુવાન પહેલા આર્મીમાં દેશ સેવા કરી ચૂક્યા હતા. આર્મીમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમને રેલવે વિભાગમાં સરકારી નોકરી મળી હતી. જોકે, સરકારી નોકરીના બંધન છોડીને વતનની માટી સાથે જોડાવાની ખેવનાએ તેમને ખેતી તરફ વાળ્યા. તેમણે રેલવેની નોકરી છોડીને પોતાના વતનમાં આવીને ખેતી કરવાનું નક્કી કર્યું, જે આજે લાખોની આવકનું માધ્યમ બની છે.

આ યુવાને પોતાની 16 વીઘા જમીન પર કપાસ, મગફળી, જીરુ કે વરિયાળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર છોડીને દાડમનો બાગાયતી પાક લેવાનો પડકાર ઝીલ્યો. ખાસ કરીને વઢવાણ ગામની સીમની એવી જમીન પર જ્યાં બાગાયતી પાકનું વાવેતર કરવું કઠિન માનવામાં આવે છે, ત્યાં તેમણે દાડમનું સફળ વાવેતર કરીને બધાને ચોંકાવી દીધા.

સફળ વાવેતર બાદ હવે દાડમનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. યુવક દ્વારા ઉત્પાદિત ગુણવત્તાયુક્ત દાડમની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ બેંગ્લોર, પંજાબ અને રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં પણ છે અને તેઓ નિયમિતપણે નિકાસ કરી રહ્યા છે.

વર્તમાન વર્ષે કમોસમી માવઠાનો માર પડવા છતાં, આ યુવાને દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી અને તેના પાકની યોગ્ય કાળજી લીધી. જેના પરિણામે, તેમને ચાલુ વર્ષે અંદાજે 45 લાખ રૂપિયાની રેકોર્ડબ્રેક દાડમની ઉપજ મેળવવામાં સફળતા મળી છે.

આ સફળતાને પગલે ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો પણ તેમના ખેતરે આવીને દાડમની ખેતીની પદ્ધતિ નિહાળી રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે. આ યુવાનની આ પ્રેરણાદાયી કહાણીએ સાબિત કરી દીધું છે કે સરકારી નોકરી સિવાય પણ ખેતી થકી લાખોની કમાણી કરી શકાય છે.