Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 16-year-old boy dies due to drowning in Lakshmisar Canal

Surendranagar news: લક્ષ્મીસર કેનાલમાં 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત, પરિવાર પર તૂટ્યું આભ

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: લક્ષ્મીસર કેનાલમાં 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત, પરિવાર પર તૂટ્યું આભ
સોર્સ : gstv

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની લક્ષ્મીસર કેનાલમાં 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. લક્ષ્મીસર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર કિશોરનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

App Store

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે  સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે કિશોરનું કઈ રીતે મોત નિપજ્યું હતું.