VIDEO: સંગીતકાર જીગ્નેશ કવિરાજ સામે નવા ગીતને લઈ DGને લેખિત ફરિયાદ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના યુવકે સંગીતકાર જીગ્નેશ કવિરાજ સામે ગુનો દાખલ કરવા DGને લેખિત રજૂઆત કરી છે. તાજેતરમાં લોન્ચ થયેલા “તું ના પીવે તો મારી ભાભી ના હમ” ગીતમાં દારૂની બોટલો અને દારૂનું સેવન કરતા દ્રશ્યો દર્શાવાયા હોવાનો આક્ષેપ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા દ્રશ્યો યુવાનોને દારૂના સેવન તરફ પ્રેરિત કરી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. યુવકે તમામ પ્લેટફોર્મ પરથી આ ગીત હટાવવાની પણ માંગ કરી છે. સાથે જ દારૂબંધીના કાયદા અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરવા DGને રજૂઆત કરાઈ છે.

