સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાના નામે મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ, 9 લોકોની ધરપકડ

સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, મહિલાને કથિત રીતે ‘શુદ્ધિકરણ’ના નામે ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું
આ ઘટનામાં આશરે 9 જેટલા લોકો સંડોવાયેલા હોવાની માહિતી સામે તેઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓએ મહિલાને બંધક બનાવી તેની સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો છે. સમગ્ર ઘટનાની કથિત રીતે વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ શરૂ
‘શુદ્ધિકરણ’ના નામે મહિલાની સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે, ઘટનાનું ચોક્કસ કારણ શું હતું અને વીડિયો કેવી રીતે સોશિયલ મીડિયા પર પહોંચ્યો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

