Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Two gym seals, 4 people arrested after allegation of molestation of girls in Surendranagar

સુરેન્દ્રનગરમાં યુવતીઓની છેડતીના આક્ષેપ બાદ બે જીમ સીલ, 4 લોકોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરમાં યુવતીઓની છેડતીના આક્ષેપ બાદ બે જીમ સીલ, 4 લોકોની ધરપકડ
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં બે જીમમાં યુવતીઓની છેડતીના આક્ષેપ બાદ પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ASP અને પોલીસ વિભાગની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરના બે જીમને સીલ કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન જીમમાં નોકરી કરતી બે યુવતીઓ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

App Store

GYM CLUB 71ની તમામ બ્રાન્ચ સીલ

પોલીસની કાર્યવાહીમાં PGVCL અને મહાનગરપાલિકાની ટીમો પણ જોડાઈ હતી. જીમમાં આવતી યુવતીઓને બદનામ કરવામાં આવતી હોવાની શંકાના આધારે GYM CLUB 71ની તમામ બ્રાન્ચને સીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જીમમાં ગેરરીતિઓ અને ગેરવહીવટ મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

જીમ સંચાલકની પૂછપરછ શરૂ

પોલીસે જીમની અંદરના CCTV ફૂટેજ પણ કબજે કરી તપાસ શરૂ કરી છે. દરમિયાન જીમમાંથી 100થી વધુ ચેક મળી આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે જીમ સંચાલકને સીટી પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસે જીમમાં ચાલતી ગતિવિધિઓ, યુવતીઓની છેડતીના આક્ષેપો અને અન્ય ગેરરીતિઓ અંગે તપાસ તેજ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.