VIDEO: સુરેન્દ્રનગરની વીરવંદન હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ મહિલાનું મોત, પરિવારે કર્યો બેદરકારીનો આક્ષેપ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની વીરવંદન હોસ્પિટલમાં મહિલાના શંકાસ્પદ મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. કણઝરીયા ત્રિવેદીબેન નામની મહિલાને લોહીના ટકા ઓછા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન લોહી ચડાવતી વખતે મહિલાની તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ ડોક્ટરનો સંપર્ક કરવા છતાં સમયસર સારવાર માટે હાજર ન થયા હોવાનો આક્ષેપ કરી બેદરકારીના આરોપ લગાવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારજનોએ જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

