VIDEO: જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, સદભાગ્યે બચ્યા પ્રાણ
સોર્સ : gstv
હાસ્ય કલાકાર હકાભા ગઢવી ધ્રાંગધ્રા નજીક બેસાબગઢ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર અચાનક સાપ આડો ઉતરતા તેમણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને તેમની ફોર્ચ્યુનર કાર વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ખાબકી ગઈ. પાછળથી આવી રહેલા મિત્રો અને સ્થાનિક યુવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારના કાચ તોડી હકાભા ગઢવીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોની સમયસરની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી અને બાદમાં તેમને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી.

