Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Weaving artisans keep alive the 700-year-old historical art of Tangliya, artistic shirts worn by Hollywood giants to cricketers

VIDEO: વઢવાણના કારીગરોએ 700 વર્ષ જૂની ઐતિહાસિક ટાંગળીયા કળાને જીવંત રાખી, હોલિવૂડના દિગ્ગજથી લઈ ક્રિકેટરોએ પહેર્યા કળાત્મક શર્ટ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લુપ્ત થતી જતી અંદાજે ૭૦૦ વર્ષ જૂની ઐતિહાસિક ટાંગળીયા કળાને સુરેન્દ્રનગરના વઢવાણના ૫૦ જેટલા કુશળ કારીગરો આજે પણ જીવંત રાખી રહ્યા છે. આ પરંપરાગત કળા હવે દેશ-વિદેશ સુધી પોતાની ઓળખ બનાવી રહી છે, અને તાજેતરમાં જ પ્રખ્યાત ક્રિકેટરોએ પણ વઢવાણમાં ખાસ તૈયાર કરાયેલ ટાંગળીયા કળાના શર્ટનો ઓર્ડર આપ્યો હતો.

App Store

વઢવાણના ટાંગળીયા કળાના નિષ્ણાત કારીગર લવજી પરમારે ક્રિકેટરો માટે વિશેષરૂપે આ કલાત્મક શર્ટ તૈયાર કર્યા હતા, જે ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ શર્ટ પહેરીને ક્રિકેટરોએ ઉત્સાહપૂર્વક ફોટોશેશન પણ કરાવ્યું હતું. હોલીવુડ અભિનેતા બ્રેડ પીટ બાદ હવે દેશ-વિદેશના ક્રિકેટરોને પણ આ અનોખી અને પરંપરાગત વણાટ શૈલીનો ભારે ચસ્કો લાગ્યો છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે.