Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Women city bus workers on strike for second consecutive day over unpaid salaries

VIDEO: પગાર ન ચૂકવાતા સતત બીજા દિવસે પણ સિટી બસની મહિલા કર્મીઓ હડતાળ પર

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી પગારથી વંચિત મહિલા કંડકટર્સ સતત બીજા દિવસે હડતાળ પાડી હતી. પગાર ન ચુકવાતા મહિલા કર્મચારીઓ કામ પર ન લાગી જેથી મુસાફરોને હાલાકી વેઠવાની વારો આવ્યો હતો. એકતરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે જ્યારે બીજી બાજું મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાનો મહિલા કંડકટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરની સિટી બસ અગાઉથી વિવાદમાં છે ત્યારે હડતાળને લીધે બળતામાં ઘી હોમાયું છે. 

App Store

સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસ શરુ કર્યાને નવ મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ પાર્સિંગ નથી કરવામાં આવ્યું. ગેરકાયદેસરત સુરેન્દ્રનગર શહેરના રોડ-રસ્તાઓ ઉપર સિટી બસો દોડી રહી છે. ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો છતાં તંત્રનું ભેદી મૌન સામે આવ્યું છે. પગાર ચૂકણી કરવામાં આવશે ત્યારબાદ મહિલા કર્મીઓ કામ પર ચડશેની ચીમકી મહિલા કર્મચારીઓએ ઉચ્ચારી છે.