VIDEO: પાટડીમાં નર્મદાની પાઇપલાઇન તોડી પાણીચોરીનું કૌભાંડ સામે આવ્યું
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન તોડી પાણીચોરી થતું હોવાનો મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. એક બાજુ પીવાના પાણીની તંગી છે, ત્યારે બીજી બાજુ ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું છે. પાટડી-હિંમતપુરા રોડ નજીક નર્મદાની લાઇનમાંથી પાણી ટાંકા ભરીને વેચાતું હોવાનો આક્ષેપ છે. ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડે છે, જ્યારે કેટલાક તત્વો ગેરકાયદે લાભ લઈ રહ્યા છે. નર્મદા અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

