VIDEO: સુરેન્દ્રનગર: ઓચિંતી 19 તલાટીઓની બદલીથી પ્રશાસનમાં ખળભળાટ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરના નિર્ણયથી અચાનક જ 19 તલાટીઓની સામુહિક બદલીઓ કરી દેવામાં આવતા સમગ્ર સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, મંત્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ જ આ આકસ્મિક બદલીઓનો ગંજીપો ચીપકવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ આ તમામ તલાટીઓની યાદી તૈયાર કરીને તેમના સીધા ડિવિઝન જ બદલી નાખ્યા છે, જેમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના અત્યંત નજીકના ગણાતા બે પ્રભાવશાળી તલાટીઓનો પણ સમાવેશ થાય છે. આ આકસ્મિક હુકમની સાથે જ તમામ બદલી પામેલા તલાટીઓને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી હાજર થઈ જવા માટે પણ કડક સૂચના આપી દેવામાં આવી છે.

