Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO : Surendranagar: Alleged corruption exposed in Sujalam Suphalam scheme

VIDEO : સુરેન્દ્રનગર: સુજલામ સુફલામ યોજનામાં કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના ભગવાનપર ગામમાં 'સુજલામ સુફલામ' યોજના હેઠળ ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના તળાવને ઊંડું કરવા માટે ૫ લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે આ રકમની ઉચાપત કરવામાં આવી છે. હકીકતમાં, ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે તળાવમાંથી માટી ખોદકામ કરી તેનો ઉપયોગ કર્યો છે, અને આ જ કામને સરકારી યોજનાના નામે દર્શાવી પૈસા ચાઉં કરી દેવાયા હોવાની ચર્ચા છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગામના લોકો સાથે મળીને સ્થળ પર સર્વે હાથ ધર્યો હતો. ગામમાં બે તળાવ આવેલા છે, જેમાંથી એક છેલ્લા ૩૦ વર્ષથી ખાલી નથી થયું, જ્યારે બીજા તળાવના ભાગે ગ્રામજનો દ્વારા કરાયેલા કામને સરકારી બતાવી લાખોની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

App Store