VIDEO: દુધરેજ પાસેના ખરાબ ડાયવર્ઝનથી અનેક વાહનોએ મારી પલ્ટી, 3 લોકોને પહોંચી ઈજાઓ
સોર્સ : gstv
ગુજરાતના સુરેન્દ્રનગરમાં દુધરેજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં દુધરેજ નર્મદા કેનાલ પર આપવામાં આવેલા ડાયવર્ઝનથી વાહન ચાલકોને હાલાકી પડી છે. ખાડાઓના કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
વાહનો પલ્ટી મારતા 3 લોકોને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી
છેલ્લા 24 કલાકમાં અનેક વાહનો પલ્ટી મારતા 3 લોકોને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. નર્મદા કેનાલ પુલ બંધ કરવામાં આવતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.. ખરાબ ડાયવર્ઝનને લઈ વહાનચાલકો પરેશાન થતા તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન આપવા માંગ કરાઈ છે. જાહેરનામાનું પણ અમલ કરવા તંત્ર નિદ્રાધીન બની છે..

