VIDEO: Narmadaના રાજપીપળા-દેવલિયા રોડ પર પડ્યા ખાડા, બે મહિનામાં જ ભ્રષ્ટાચારે દીધી દેખા
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપલા દેવલિયા રોડ નેશનલ હાઇવે 56 વિભાગ દ્વારા બે માસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તે રોડમાં મોટા મોટા ખાડા પડવા માંડ્યા છે. નેશનલ હાઇવે 56 વિભાગ ના અધિકારીઓ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સાથે મળીને ડામર નો માલ ગુણવત્તા વગર નો વાપરવામાં આવતા રોડ તૂટવા માંડ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે ડામર રસ્તા બને છે. પરંતુ અધિકારીઓના વાંકે સરકારના નાણાં વેડફાઈ જાય છે. મુખ્યમંત્રી અનેક વાર રોડના કોન્ટ્રાકટરોને અને અધિકારીઓને ટકોર કરવા છતાંય વહીવટી તંત્ર જયારે કામગીરી ચાલતી હોય ત્યારે અધિકારીઓની ગેરહાજરીમાં કામ થતું હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી. નર્મદા જિલ્લાના દેવલિયા ગામ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર હજારો પ્રવાસીઓ અને મંત્રીઓ રસ્તા ઉપરથી પસાર થાય છે. ત્યારે નવા બનેલા રોડ માં ખાડા જોઈને આશ્ચર્ય ચકિત થઇ જાય છે.

