VIDEO: સુરેન્દ્રનગરમાં આંગણવાડી ભરતી ફોર્મમાં રહેઠાણના પુરાવા માટે સોંગદનામું ફરજિયાત કરતા રોષ
VIDEO: સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી ભરતી બહાર પડી છે. જેમાં મહિલા અરજદાર પાસેથી પુરાવાની માંગ કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં મહિલાઓ ભરતી માટે ફોર્મ ભરી રહી છે. જો કે, મનપા તંત્ર મહિલા અરજદાર પાસેથી રહેઠાણના પુરાવા આપવા સોગંદામા ફરજિયાત લેવામાં આવી રહ્યા છે. જેથી મહિલા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આંગણવાડી ભરતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેને લઈ મહિલા અરજદારો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ આપતી હોવા છતાં પણ એફિડેવિટ કરાવવામાં આવી રહી છે. જેને લીધે દરેક અરજદારોને વધારાનો 700 રૂપિયા જેટલો ખર્ચ વધારાનો આવી રહ્યો છે. એક સોગંદનામાં પાછળ અરજદાર મહિલાઓને 700થી 800 રૂપિયાનો ખર્ચ થાય છે. રહેણાકનું પ્રમાણ લેવા માટે કોઈ પરિપત્રનો ઠરાવ નથી.છતાં મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીઓના અધિકારીઓ મનમાંની કરી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

