VIDEO/ કાળઝાળ ગરમીમાં સાયલાના વડિયા, કેરાળા અને થોરીયાળીમાં 12 કલાકથી વીજળી ગુલ, લોકોમાં રોષ
સોર્સ : gstv
સાયલા તાલુકાના વડિયા, કેરાળા અને થોરીયાળી ગામોમાં છેલ્લા 12 કલાકથી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. વીજ પોલ પડી જવાના કારણે 10 હજારથી વધુ લોકો કાળઝાળ ગરમીમાં ભારે પરેશાની ભોગવવી પડી. ઉનાળાની આકરી ગરમીમાં પંખા-એસી, લાઇટ વિના લોકો શેકાઈ ગયા. ગામલોકો PGVCL કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા. સાયલા PGVCLમાં નાયબ એન્જિનિયર પાસે વધારાનો ચાર્જ હોવાના કારણે તેઓ પણ ઓફિસમાં હાજર નહોતા. ગામલોકોના કહેવા મુજબ, અધિકારીઓએ રીપેરીંગ માટે માણસો ઉપલબ્ધ નથી તેવું લેખિતમાં જણાવ્યું છે. જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દૂર દૂરથી ખર્ચ કરીને આવતા અરજદારોને કોઈ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ વધ્યો છે.

