Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video: Action taken against two doctors of Satyajivaan Public Hospital in Surendranagar,

Video: Surendranagarમાં સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના બે ડોક્ટરો સામે કાર્યવાહી, સોનોગ્રાફી મશીન સીલ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જીલ્લામાં સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ થઈ છે. ગર્ભવતી મહિલાઓના આરોગ્યને જોખમમાં મુકીને ગેરરીતિઓ કરવાની શંકા વચ્ચે ડો. ભવદીપ ગઢવી અને ડો. ગૌતમ ગવહાણીયા સામે વિરુદ્ધ સમન્સ જારી કરાયા છે. તેઓને 25 સપ્ટેમ્બર સુધીમાં પ્રાંત અધિકારી સમક્ષ હાજર થવા જણાવાયું છે. 

App Store

થોડા સમય પહેલા હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપાઈ હતી. ગર્ભ પરીક્ષણ કરવામાં આવતા હોવાની શંકા સામે કાર્યવાહીકરી સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આવી ગેરરીતિઓને રોકવા માટે વધુ તપાસ અને કડકાઈ અપનાવાશે.