VIDEO: સુરેન્દ્રનગરના ચુડામાં ખેતરમાં રમતા રમતા ૮ મહિનાના માસૂમનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છલાળા ગામમાં ખેતરમાં રમતા-રમતા માત્ર ૮ મહિનાના માસૂમ બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક બાળકનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાના વાઘનળ ગામનો વતની છે અને અહીં મજૂરી અર્થે આવ્યો હતો. ખેતરમાં પાણીના ખાડામાં બાળક ડૂબી જતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

