VIDEO: જેતપર ખેડૂત આંદોલનને વઢવાણ પંથકનો ટેકો: વીજ ટાવરના વિરોધમાં હવે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ આપશે ધરણાં
સોર્સ : gstv
જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતોએ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. વીજ લાઇન અને વીજ ટાવર ઉભા કરવાની પ્રક્રિયા સામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધને હવે વધુ મજબૂતી મળી છે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ તન, મન અને ધન સાથે આ આંદોલનને સમર્થન આપ્યું છે. છ મુદ્દાની માંગણીઓને લઈને જેતપરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં યોગ્ય વળતર, જમીનના ઉપયોગનું ભાડું ચૂકવવું અને દમનગીરી બંધ કરવાની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો જરૂર પડશે તો વઢવાણના ખેડૂતો પણ જેતપરમાં ધામા નાખશે.

