VIDEO: સુરેન્દ્રનગરના કટુડામાં 108 શિવલિંગની બીલીપત્ર છાયામાં અનોખી પૂજા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલું બિલેશ્વર મહાદેવ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર છે. અહીં 108 શિવલિંગની એકસાથે પૂજા કરવામાં આવે છે. 16 વર્ષ પહેલા ગ્રામજનોએ કાંકરિયા તળાવની પાળે 108 બીલીના વૃક્ષો વાવી, તેમની નીચે 108 શિવલિંગની સ્થાપના કરી હતી. દરેક શિવલિંગ પર બીલીપત્રની છાયા હોવાથી ભક્તો અહીં ફૂલ અને જળ અર્પણ કરે છે. મંદિર પરિસરમાં નવગ્રહ, પાંચ પાંડવ, દ્રૌપદી સહિત ઋષિઓની પ્રતિમાઓ પણ સ્થાપિત છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ 5 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે અને ચાર વખત વિશેષ આરતી યોજાય છે. છેલ્લા 16 વર્ષથી અહીં 24 કલાક અખંડ યજ્ઞ પણ ચાલી રહ્યો છે. ભક્તો માટે પ્રસાદ ઉપરાંત પશુ-પંખીઓ માટે ચણ અને ઘાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

