Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Three rounds of firing in public in Limbdi, Surendranagar, youth injured!

VIDEO: સુરેન્દ્રનગરના લીંબડીમાં નાણાંની લેતીદેતીમાં જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, યુવક ઇજાગ્રસ્ત!

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના લીંબડીમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ વચ્ચે જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ₹૩૦,૦૦૦ ની ઉછીના લીધેલા નાણાંની લેતીદેતીના મુદ્દે જયદીપસિંહ, મયુરસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ વાઘેલા અને શક્તિસિંહ રાણા નામના ચાર ઈસમોએ એકસંપ થઈ હરિરાજસિંહ રાણા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ઝઘડો વધતાં ચારેય ઈસમોએ હરિરાજસિંહ પર જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store