VIDEO : "સુરેન્દ્રનગરમાં બદલીના સ્થળે હાજર ન થનારા ૩૬ પોલીસકર્મીઓને આજે ૧૦ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં એકસાથે ૪૪૩ પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી હતી, પરંતુ ઘણા કર્મીઓ હજુ સુધી પોતાના મૂળ બદલીના સ્થળે હાજર થયા નથી. આ મામલે હવે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન, બી-ડિવિઝન, વઢવાણ અને જોરાવરનગર પોલીસ મથકના ૩૬ પોલીસકર્મીઓને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. તમામ કર્મીઓને આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ફરજ પર જોડાઈ જવા સૂચના અપાઈ છે. જો નિયત સમયમાં તેઓ હાજર નહીં થાય, તો તેમની સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

