VIDEO: તરણેતરના મેળો શર્મસાર: પૌરાણિક મેળામાં અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ અને પૌરાણિક તરણેતરના મેળામાં લોકસંસ્કૃતિ અને ધાર્મિક મર્યાદા નેવે મુકાઈ છે. ગુજરાતી ગીતો પર જાહેરમાં અશ્લીલ હરકતો કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓની હાજરી છતાં આવા કૃત્યો સામે આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બે વર્ષ પહેલાં પણ આવો કિસ્સો બન્યો હતો, ત્યારે તંત્રની નિષ્ફળતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

