VIDEO: સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો, 10 ડેમમાં નવા નીર આવ્યા
સોર્સ : gstv
સતત અવિરત વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના દસ ડેમોમાં નવા નિરની આવક શરૂ થઈ છે. ધોળીધજા અને વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. વળોદ ડેમ 44 ટકા, થોરિયાળી 23 ટકા, સબુરી 27 ટકા, ત્રિવેણીઠાગા 35 ટકા અને નાયકા ડેમ 65 ટકા પાણીથી ભરાયા છે. વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. જિલ્લા કલેક્ટરે ડેમોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે ૪૦થી વધુ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્રએ નદીના પટમાં અવરજવર ન કરવા નાગરિકોને સૂચના આપી છે.

