Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: Within hours of the launch of the multi-crore villagehat, the tantra pole opened

VIDEO: સુરેન્દ્રનગર: કરોડોના ખર્ચે બનેલા ગ્રામહાટનું લોકાર્પણ થયાના કલાકોમાં જ તાળા લાગી ગયા, તંત્રની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી પૂરી પાડવા અને લોકલ ફોર વોકલના અભિયાન હેઠળ અંદાજે ૫૦ લાખના ખર્ચે બસ સ્ટેન્ડ પર ૨૦ જેટલા ગ્રામહાટ સ્ટોર્સ બનાવવામાં આવ્યા હતા. સવારે જ આ ગ્રામહાટનું ઉત્સાહભેર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે લોકાર્પણના થોડા જ કલાકોમાં સાંજે આ તમામ સ્ટોર્સ પર તાળા લટકી ગયા હતા. સવારે ખુલેલા સ્ટોર્સ સાંજે બંધ થઈ જવાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ અચાનક બંદીને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store