VIDEO: સુરેન્દ્રનગર: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાલતું કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું, ૪૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયા ગામની સીમમાં આવેલી હોટલના પાર્કિંગમાં ચાલતું ગેરકાયદેસર કેમિકલ ચોરીનું રેકેટ રેન્જ આઈજીની ટીમે ઝડપી પાડ્યું છે. ટેન્કર માલિકની જાણ બહાર કિંમતી કેમિકલ ચોરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા પાડી પોલીસે ૫ ઇસમો સામે ગુનો નોંધી ૨ શખ્સોની અટકાયત કરી છે….આ કાર્યવાહીમાં પોલીસે ૪૫ લાખ 29 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં સ્થાનિક પોલીસ અને એલસીબીની કામગીરી શંકાના દાયરામાં આવતા આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.

